૧૩૦ ][ શ્રી જિનેન્દ્ર
દેવેન્દ્રો ગગનમાં ચાલીયા રે,
એનું આશ્ચર્ય ભરતે થાય....વીર જન્મ ૫.
મેરુએ અભિષેક કરાવીયા રે,
તાંડવનૃત્ય થાય પિતા દ્વાર....વીર જન્મ ૬.
શ્રી વીર જિનેન્દ્ર જનમિયા રે,
અહો ત્રણ ભુવનના નાથ....વીર જન્મ ૭.
વીર પ્રભુએ તપશ્ચર્યા આદરી રે,
પ્રગટાવ્યા કેવળજ્ઞાન....વીર જન્મ ૮.
વીર દિવ્ય ધ્વનિના સૂર છૂટીયા રે,
તર્યા અનંત જીવોનાં વૃંદ....વીર જન્મ ૯.
પ્રભુ વૃદ્ધિ દીસે તુજ શાસને રે,
કહાન ગુરુનો થયો અવતાર....વીર જન્મ ૧૦.
જેણે હલાવ્યા આખા હિંદને રે,
વળી વહાવ્યા સત્ના સમુદ્ર....વીર જન્મ ૧૧.
શાસનવૃદ્ધિ દિન આજનો રે,
નિત્ય વધતાં દેખું ગુરુદેવ....વીર જન્મ ૧૨.
આજ મંગળ દિન અહો ઊગીયો રે,
ગુરુ ચિદાત્મે મંગળમાળ....વીર જન્મ ૧૩.
પ્રભુ વંદન કરું છું તુજ ચરણમાં રે,
નાથ શરણે રાખો દિનરાત....વીર જન્મ ૧૪.
✽