૧૩૨ ][ શ્રી જિનેન્દ્ર
શ્રી કુંદકુંદાચાર્ય દેવ – સ્તવન
આજ મંગળ દિન મહા ઊગીયો રે,
આજે ઘેર ઘેર મંગળમાળ.....આજ આચાર્યપદ
સોહામણાં રે........
કુંદકુંદ આચાર્ય અહો જાગીયા રે,
ભરતક્ષેત્રનાં અહો ભાગ્ય.....આજ આચાર્યપદ.....૧
પ્રમત્ત અપ્રમત્તે ઝૂલતા રે,
જિનમુદ્રાધારી ભગવંત.....આજ આચાર્યપદ.....૨
દેહ છતાં દેહાતીત દેવ છો રે,
ૠદ્ધિ લબ્ધિ તણો નહીં પાર....આજ આચાર્યપદ....૩
જ્ઞાન અનેકાન્ત બળવાન છે રે,
શ્રુતકેવળીની છે સાખ.....આજ આચાર્યપદ.....૪
આચાર્યપદે મુનિ કુંદને રે,
સ્થાપે ઇંદ્ર નરેન્દ્રો આજ.....આજ આચાર્યપદ.....૫
દેવેન્દ્રગણ આજ આવીયા રે,
મનુષ્યજન બહુ ઊભરાય.....આજ આચાર્યપદ.....૬
ચૌદિશમાં વાજાં વાગીયાં રે,
આચાર્યપદદિન આજ.....આજ આચાર્યપદ.....૭
મહાવિદેહક્ષેત્રમાં ચાલીયા રે,
નીહાળ્યા સીમંધરનાથ.....આજ આચાર્યપદ.....૮