ભજનમાળા ][ ૧૩૩
દિવ્યધ્વનિનાં સૂર સૂણીયા રે,
ઓગાળ્યા આતમ મોઝાર.....આજ આચાર્યપદ.....૯
જિનદર્શનથી ચિત્ત અતિ ઊછળ્યા રે,
ભરતે આવીને છૂટ્યા બોધ....આજ આચાર્યપદ....૧૦
પ્રભુ થોકે થયા મુનિ અર્જિકા રે,
વ્રતધારી તણો નહિ પાર.....આજ આચાર્યપદ.....૧૧
આ ભરત તણો એક થાંભલો રે,
સંત વડે નભે બ્રહ્માંડ.....આજ આચાર્યપદ.....૧૨
કહાનદેવે કુંદકુંદ ઓળખ્યા રે,
કળિયુગે સંબોધ્યા બહુ જીવ...આજ આચાર્યપદ....૧૩
આતમયોગી આ જાગીયો રે,
આત્મનાદ વગાડ્યા જગમાંહી...આજ આચાર્યપદ...૧૪
કુંદ – કહાન વસો મુજ અંતરે રે,
ઝટ તારજો તારણહાર.....આજ આચાર્યપદ.....૧૫
✽
શ્રી ગુરુદેવના જન્મોત્સવની મંગળ વધાાઇ!
આજ મંગળ વધાઈ વાગતી રે
કહાન કુંવર જન્મ્યા અહો આજ,
આજ મંગળ વધાઈ વાગતી રે.