ધન્ય ધન્ય ઉમરાળા ગામને રે,
ધન્ય ધન્ય ઉજમબા માત
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧.
ધન્ય માત પિતા કૂળ જાતને રે,
જેને આંગણ જન્મ્યા બાળ કહાન
આજ મંગળ વધાઈ વાગતી રે. ૨.
આજ તેજ થયા જન્મ ધામમાં રે,
એનો ભરત ખંડમાં પ્રકાશ
આજ મંગળ વધાઈ વાગતી રે. ૩.
આજ આનંદ મંગળ ઘેર ઘેર થયા રે,
ઠેર ઠેર અહો! લીલા લ્હેર
આજ મંગળ વધાઈ વાગતી રે. ૪.
બાળ કુંવર કહાન એ લાડિલા રે,
માત પૂરે કુંવરના કોડ
આજ મંગળ વધાઈ વાગતી રે. ૫.
પ્રભુ પારણેથી આત્મનાદ ગાજતા રે,
એની મુદ્રા અહો અદ્ભુત
આજ મંગળ વધાઈ વાગતી રે. ૬.
કુંવર કહાને અપૂર્વ સત્ શોધીયું રે,
એના વૈરાગ્ય તણો નહીં પાર
આજ મંગળ વધાઈ વાગતી રે. ૭.
૧૩૪ ][ શ્રી જિનેન્દ્ર