એણે ત્યાગ કર્યો સંસારનો રે,
પ્રકાશ્યા મુક્તિ કેરા પંથ......
આજ મંગળ વધાઈ વાગતી રે. ૮.
કહાનગુરુએ હલાવ્યા હિંદને રે,
અહો! મલાવ્યો જ્ઞાયકદેવ......
આજ મંગળ વધાઈ વાગતી રે. ૯.
ધર્મ ચક્રી ભરતમાં ઊતર્યા રે,
અહો ધર્માવતારી પુરુષ....
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧૦.
જ્ઞાન અવતારી અહો આવીયા રે,
પધાર્યા સીમંધર સુત....
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧૧.
કહાનગુરુજીના જન્મ એ મીઠડાં રે,
એના મીઠાં વાણીના સૂર....
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧૨.
ગુરુદેવના ગુણને શું કથું રે,
પ્રભુ સેવક તણા શણગાર.....
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧૩.
✽
ભજનમાળા ][ ૧૩૫