( દીપકલા છંદ )
જય બાહુ જિનેશ્વર જગતરાય, સુગ્રીવ પિતા વિજયા સુમાય;
રાજે મૃગ લક્ષન શોભમાન, શુચિ જન્મ સુસીમાનગર થાન. ૧
શ્રમ સલિલ રહિત કલિમલ સુનાંહિ, વર રુધિર છીર રંગ અંગમાંહી;
સમ ચતુર લસે સંસ્થાન સાર, શુચિ પ્રથમ સાર સંહનન સુધાર. ૨
જિતમાર રૂપ રાજેં અપાર, તન ગંધ જઈ સબ ગંધ સાર;
સબ શુભ લક્ષણ મંડિત સુજાન, બલ અતુલ અંગ ધારત મહાન. ૩
હિતમિત વર વચન સુધા સમાન, યે દશ અતિશય ધારત મહાન;
પુનિ તપબલ કેવલજ્ઞાન હોત, તબ દશ અતિશય અદ્ભુત ઉદ્યોત. ૪
ચહુંધા શતશત યોજન સુભિક્ષ, નભગમન જુ વધ નહિં જીવ અક્ષ;
ઉપસર્ગ રહિત વર્જિત અહાર, દરશેં ચહુંધા આનન સુચાર. ૫
વિદ્યા અશેષ ઈશ્વર જિનંદ, બિન છાંહ ફટિક દ્યુતિ તન અમંદ;
નહીં પલક-પતન નૈનન-મઝાર, નખ કેશ બઢે નાંહી લગાર. ૬
ચૌદહ સુરકૃત રાજેં અનૂપ, તિન સંયુત સોહે જગત ભૂપ;
ભાષા સૂ અર્ધ માગધિ અનૂપ, સબ જીવ મિત્રતા ભાવ રૂપ. ૭
ષટ ૠતુ ફલ ફૂલ ફલે સદીવ, દરપન સમ અવનિ લસે અતીવ;
સબ જીવ પરમ આનંદરૂપ, યોજન ભુવિ સુર મજ્જેં અનૂપ. ૮
સુરમેઘ કરેં જલગંધ વૃષ્ટિ, પદ તર સરદગ ભુજકંજ સૃષ્ટિ;
ભુવિમંડલ સોહે શશિસ્વરૂપ, નિરમલ નભ અરું દશદિશ અનૂપ. ૯
ભજનમાળા ][ ૧૫૭