( ભ્રમરાવલી છંદ )
અગતાગત તૂં વિગતા વિધિબંધવિથા,
અસમં વરભૂતિયુત અનુભૌ શુરતા;
ધરતા વરવૈન સુધા શિવ ! તૂં શિવદા,
હમકું વર ભક્તિ મિલો કર શ્રેય સદા.
( અડિલ્લ છંદ )
દેવ અનંતવીર્ય પદપંકજ પાવને,
પૂજે ભવ્ય ઉચારિ સુગુન મન ભાવને;
તન મન પાવન તાસ હોત સબ સુખ સરે,
આકુલ દાહ વિહાય નિરાકુલતા વરે.
✽
[૯]
શ્રી સૂરપ્રભ જિન – સ્તવન
( દોહા )
પૂરિ પરમદ્યુતિ તેં રહે, ભૂરિ ભરમતમ ચૂર;
હનિ કુતર્ક તારક પ્રભા, સૂર પ્રભુ વચ સૂર.
( તોટક છંદ )
તવ જ્યોતિ સ્વરૂપ ઘટે ન હટે, તિહિકુ મત સર્વ સદૈવ રટે;
અકલંક ચિદંક સમં અસમં, વૃષ અંક નિઃશંક સ્વયં વિષમં. ૧
ભજનમાળા ][ ૧૭૧