સજિ ધ્યાન જુગલ ભુજબલ અખંડ, જય મલ્લ મોહ જીત્યો પ્રચંડ;
તુમ જય જય જય જગ જલધિ સેતુ, નિરમદ કીનો રિપુ મકર કેતુ. ૨
તુમ નામ મંત્ર મહિમા અપાર, અઘ ઘનવન જારનકું તુષાર;
તાકે પ્રભાવ વિષ નશત ભૂર, નહિ ડંક સકે વિષધર કરૂર. ૩
મૃગપતિ પદ ચાટત હ્વૈ સપેમ, મદપૂરિત કુંજર શિષ્ય જેમ;
થલ સમ જલ જલ સમ અગનિ હોત, દુરજન ઉર સજ્જનપન ઉદ્યોત.૪
નૃપ કુપિત કૃપા ઠાનેં અપાર, રુજવૃંદ સકલ નાશે અસાર;
ઇક છિનમેં દુઃખ દારિદ્ર ખોત, સબ શોક નશે આનંદ હોત. ૫
કહૂં ડાયનિ શાયનિ ભૂત પ્રેત, ભય કર ન સકે દુરમતિનિકેત;
સુત પંડિત સુભગ સુશીલ વામ, યાચે કિંકર વર સુમતિધામ. ૬
જિહતેં યશ વરનત નાગ ઈશ, વૃષપ્રીતિભાવ વરતેં મુનીશ;
યાતેં મહિમા કછુ નાંહી જાસ, જિહતેં પ્રગટે ચિદગુન પ્રકાશ. ૭
ઉચરે છિન અંત સમૈ સુજાસ, નર પામર પાવત નાક વાસ;
વરમાલ ધરે ઉર મુક્તિવાલ, સહજાનંદ સુખ ઊપજે વિશાલ. ૮
દુરજય વિધિ બંધન હોત દૂરિ, દુઃખ જનમ મરન વ્યાપે ન ભૂરિ;
ઇક જનમ અલપ સુખકે પ્રકાશ, સુરતરુ ચિંતામણિ સમ ન જાસ. ૯
યહ અશમશક્તિ મહિમા નિધાન, નહિ વરન શકે ધરિ ચાર જ્ઞાન;
યે જગત શિરોમણિ મંત્રરાજ, દુરગતિ દુઃખભંજનકો ઇલાજ. ૧૦
જબ લોં સ્વતંત્ર હોવે ન જીવ, યે મંત્ર બસો ઉરમેં સદીવ;
અરજી યેહી અવિધારિ દેવ, ભવ ભવ દીજે તવ ચરન સેવ. ૧૧
ભજનમાળા ][ ૧૮૯