૮૮ ][ શ્રી જિનેન્દ્ર
પદ્મનંદી પ્રભુકી પહિચાન કરાયે,
ઉનકે શાસ્ત્રોંકા મર્મ બતાયે,
સદ્ગુરુ દેવકું કોટિ વંદના હમારા.
આચાર્યપદ – દિન આજ મનોહારા.
આચાર્યપદ – દિન આજ આનંદકારા.
આચાર્યપદ – દિન આજ મનોહારા.
શ્રી – સ્તવન
રૂડા પર્યુષણ દિન આજ દીપતા રે,
શ્રી દશલક્ષણાધિરાજ — રૂડા.
આજ રત્નત્રય દિન દીપતા રે,
સહુ રત્નત્રય પ્રગટ કરો આજ — રૂડા.
શુક્લ ધ્યાને જિનેશ્વર લીન થયા રે,
એવી લીનતા કરવાનો દિન આજ — રૂડા.
ધર્મધ્યાને મુનિવરો રાચતા રે,
ભવ્યોને દેખાડે એ રાહ — રૂડા.
ક્ષમા નિર્લોભતા આદિ અનંત ગુણમાં રે,
રમી રહ્યા જિનેશ્વરદેવ – રૂડા.
આ અષ્ટમી ચતુર્દશી દિનમાં રે,
થયા પુષ્પદંત વાસુપૂજ્ય સિદ્ધ.....રૂડા.
એવા નિર્મળ દિવસ છે આજના રે,
સહુ નિર્મળ કરો આત્મદેવ....રૂડા.