સ્તવનમાળા ][ ૮૯
પ્રભુ વીરે એ માર્ગ બતાવીયો રે,
કુંદકુંદે રોપ્યા રાજથંભ.....રૂડા.
કહાન ગુરુએ કાદવમાંથી કાઢીયા રે,
ચડાવ્યા એ રાજમાર્ગ દ્વાર.....રૂડા.
સીમંધરના નાદ કુંદ લાવીયા રે,
રણશીંગા વગાડ્યા ભરતમાંય......રૂડા.
ગુરુ કહાને રણશીંગા સાંભળ્યા રે,
વગાડનાર એ છે કોણ...રૂડા.
ગુરુ કહાને એ કુંદકુંદ શોધીયા રે,
શોધી લીધો શાસન થંભ.....રૂડા.
ગુરુ કહાને ભરતને જગાડીયું રે,
જાગો જાગો એ ઊંઘતા અંધ.....રૂડા.
ગુરુ કહાને ચિદાતમ બતાવીયો રે,
રોપ્યા છે મુક્તિ કેરા થંભ.....રૂડા.
એવા શાસનસ્થંભ મારા નાથ છે રે,
તેને જોઈ જોઈ અંતર ઊભરાય.....રૂડા.
ગુરુના હૃદયે જિનેશ્વર વસી રહ્યા રે,
ગુરુના શિરે જિનેશ્વરનો હાથ.....રૂડા.
પ્રભુ સેવક રત્નત્રય માગતા રે,
એ તો લળી લળી લાગે પાય.....રૂડા.