૯૦ ][ શ્રી જિનેન્દ્ર
શ્રી જિન – સ્તવન
(પ્રભુ પાવન કરોને મારું આંગણું રે – રાગ)
આજ દિવ્યધ્વનિ છૂટી વીર મુખથી રે,
આજ ૐધ્વનિ છૂટી વીર મુખથી રે,
અનંત જીવોના તારણહાર.....આજ.
સહુ મહોત્સવ કરીએ આજ.....આજ.
આજ ઇંદ્રોના ટોળાં ઊતર્યાં રે,
આ ભરતક્ષેત્રની માંહી.....આજ.
ૠજુવાલિકાએ શુક્લધ્યાન આદર્યું રે,
પ્રભુ પામ્યા છો કેવળજ્ઞાન.....આજ.
પ્રભુ સમોસરણ રચના બની રે,
ભવ્યો જુએ છે ધ્વનિ વાટ.....આજ.
આજ પાત્ર ગૌતમજી પધારીયા રે,
પ્રભુ દિવ્યધ્વનિના છૂટ્યા ધોધ.....આજ.
વિપુલાચલે સમોસરણ જામીયા રે,
શ્રેણિક રાજાની રાજધાની માંહી.....આજ.
રૂડી રાજગૃહી નગરીમાંહી.....આજ.
પ્રભુ ગગને વાજિંત્રો વાજીયા રે,
વાગ્યા ત્રણ ભુવનમાં નાદ.....આજ.
આજ દિવ્યધ્વનિના ધોધ ઊછળ્યા રે,
આજ ૐકાર નાદો ગાજીયા રે,
જાણે ઊછળ્યો સમુદ્ર અગાધ.....આજ.