સ્તવનમાળા ][ ૯૧
ચાર તીર્થ ધ્વનિરસે તરબોળ થયા રે,
ગણધર – મુનિ – શ્રાવકના થયા વૃંદ.....આજ.
આત્મ આનંદમાં નાચી ઊઠ્યા આજ.....આજ.
સાક્ષાત્ જિનેન્દ્ર ભરતમાં બિરાજતા રે;
ત્રિલોકીનાથ ભરતમાં બિરાજતા રે,
એ દિવસ ઊગ્યો છે આજ.....આજ.
ધન્ય ધન્ય તે દિન રાત.....આજ.
વીરપુત્ર એવા કહાનગુરુ પાકીયા રે,
જેણે સુણાવ્યા ૐના સ્વરૂપ.....આજ.
અદ્ભુત રચના કહાનગુરુએ રે,
ખોલ્યા દિવ્યધ્વનિનાં રહસ્ય.....આજ.
દેવ ગુરુની સેવા હૃદયે વસો રે,
વસો વસો પ્રભુ એ ત્રિકાળ.....આજ.
શ્રી ગુરુદેવ – સ્તવન
(ભેટે ઝૂલે છે તલવાર – રાગ)
વૈશાખ સુદ બીજને વાર, ઉજમબા ઘેર કહાન પધાર્યા.
ગર્જ્યા દુંદુભિના નાદ ઉમરા૪ળા ગામે કહાન પધાર્યા.
ન માય આનંદ કુટુંબીજન હૈયે, ભાગ્યવાન મોતીચંદભાઈ
કહાન કુંવરનો જન્મ જ થાતાં ગંધોદક વૃષ્ટિ થાય....ઉ.
કહાન કુંવરનો જન્મ જ થાતાં,
મનવાંછિત કુદરત થાય....ઉજમબા,