સ્તવનમાળા ][ ૧૦૫
સુરત્નત્રયે પ્રદ્મદલો પૂરતી રે
કોટિ જીભે મહિમા નવ થાય. આજ૦
ત્રણ લોકપતિ જેને સેવતા રે
એવી ત્રણ જગત હિતકાર. આજ૦ ૪
કહાન ગુરુ હૃદયે જિનજી વસ્યા રે
એના મુખે વસે જિનવાણ. આજ૦
એણે ઉપેક્ષા કરવી પરદ્રવ્યથી રે,
નિરપેક્ષ સમજાવી સ્વરૂપ. આજ૦ ૫
નિષ્તુષ યુક્તિ અવલંબને રે,
ચોફેર પ્રકાશ્યા મુક્તિમાર્ગ. આજ૦
શ્રુત સરિતાના પૂર વહ્યા હિંદમાં રે,
એની લહરી પેઢી ભવ્ય માંહી. આજ૦
દેવ-ગુરુ-શ્રુત ભક્તિ મુજ અંતરે રે,
જેથી પામીએ પૂર્ણ સ્વરૂપ. આજે૦ ૬
શ્રી પાર્શ્વજિન – સ્તવન
તુમ સે લાગી લગન, લે લો અપની શરણ,
પારસ પ્યારા, મેટો મેટોજી સંકટ હમારા.
નિશદિન તુમકો જપૂં, પર સે નેહા તજૂં,
જીવન સારા, તેરે ચરણોં મેં બીતે હમારા.
અશ્વસેન કે રાજદુલારે, વામાદેવી કે સુત પ્રાણ પ્યારે,
સબસે મુહ કો મોડા, સારા નેહા તોડા, સંયમ ધારા. મેટો..૧
ઇન્દ્ર ઔર ધરણેન્દ્ર ભી આયે, દેવી પદ્માવતી મંગલ ગાયે,
પરચા પૂરો સદા, દુઃખ નહિ પાવે કદા, સેવક તારા. મેટો..૨