૧૦૪ ][ શ્રી જિનેન્દ્ર
સેવકને દર્શન આશ છે રે લાલ,
જિનનાથ મળ્યે ઉલ્લાસ છે રે લાલ....ક્યારે.
પ્રભુ વાટ જુઓ કેમ આવડી રે લાલ,
મુજ રગે રગે ભક્તિ તાહરી રે લાલ....ક્યારે.
વિરહ પડ્યા આ ક્ષેત્રમાં રે લાલ,
દૂર રહ્યા અમે વિદેહથી રે લાલ....ક્યારે.
ક્ષમા કરો અમ બાળને રે લાલ,
ઝટ ચરણે ગ્રહો જગનાથ છો રે લાલ,
ક્યારે નિહાળું સીમંધરનાથને રે લાલ.
શ્રી જિનવાણી સ્તવન
(પ્રભુ પાવન કરોને મારું આંગણું રે – રાગ)
આજ મંગળ દિન મહા ઊગીયો રે,
શ્રુતશાસ્ત્ર પધાર્યા અમ ઘેર. આજ૦
પરમાગમ પધાર્યા અહો આંગણે રે,
શ્રી સીમંધર જિનની વાણ. આજ૦ ૧
મોતી અક્ષકે પૂજન કરું તાહરા રે,
રત્ન દીવડે આરતી હોય. આજ૦
કુંદકુંદદેવ વિદેહક્ષેત્રથી રે
લાવ્યા છે તીર્થંકરવાણ. આજ૦ ૨
સકલ કલુષગણ વિધ્વંસતી રે
પરિવર્ધક પવિત્ર પ્રકાશ. આજ૦
મુનિ – મન પ્રમોદક ચંદ્રમા રે,
લોક – અલોક ઉદ્યોતક ભાણ. આજ૦ ૩