સ્તવનમાળા ][ ૧૦૩
શ્રી જિન – સ્તવન
(આદિ જિણંદજી સોહામણા રે લાલ)
વિદેહક્ષેત્ર રળિયામણું રે લાલ,
મોક્ષપુરીના જ્યાં પાક છે રે લાલ,
ક્યારે નિહાળું મારા નાથને રે લાલ,
ધન્ય નિહાળું સીમંધરનાથને રે લાલ.
પુષ્કલાવતી વિજય સોહતી રે લાલ,
પુંડરગિરિ દેવપુરી સમી રે લાલ....ક્યારે.
સીમંધરનાથ ત્યાં જનમીયા રે લાલ,
શ્રેયાંસરાય માત સત્ય છે રે લાલ....ક્યારે.
જિનક્ષેત્રમાં જિન વસે રે લાલ,
જ્યાં જન્મ – તપ – કૈવલ્ય છે રે લાલ....ક્યારે.
પાંચસો ધનુષે નાથ સોહતા રે લાલ,
સમોસરણમાંહિ બિરાજતા રે લાલ....ક્યારે.
મુખ પુનમ કેરો ચંદ છે રે લાલ,
દેહ દેદાર અદ્ભુત છે રે લાલ....ક્યારે.
ગુણ પર્યાયમાંહી રાચતા રે લાલ,
ચૈતન્ય રસમાં અડોલતા રે લાલ....ક્યારે.
નિર્દ્વંદ અને નિરાહાર છો રે લાલ,
વળી અપુનર્ભવનાથ છો રે લાલ....ક્યારે.
અંતર બાહીર લક્ષ્મીથી રે લાલ,
સુશોભિત જગવંદ્ય છો રે લાલ....ક્યારે.
સીમંધરનાથ ક્યારે દેખશું રે લાલ,
આતમમાં લયલીન થશું રે લાલ....ક્યારે.