૧૦૨ ][ શ્રી જિનેન્દ્ર
રગરગમાં જિનભક્તિ પ્રગટતાં,
સહુ સિદ્ધિ ચૈતન્યમાં થાય....જિનધામ.
સ્વયંભૂ વિભુ સ્વયંપ્રકાશ છો,
જ્ઞાનેશ્વર ભગવાન....જિનધામ.
અશેષનાણી કલ્યાણકારી,
સર્વ વિભાવ વિમુક્ત....જિનધામ.
સરવંગે સરવ જ્યોત જાગી,
ચિદ્ રમે ચિદ્માંહી....જિનધામ.
ચૈતન્યનાથ દેખું અહો આંગણે,
ચૌદ બ્રહ્માંડ અપાર....જિનધામ.
ભરતક્ષેત્રમાં વિરહ હતા જિનના,
આજે ભેટ્યા ભગવાન....જિનધામ.
કઈ વિધ પૂજું સ્તવું હું તુજને,
આંગણે પધાર્યા જિનનાથ....જિનધામ.
નાચું ગાઉં ને શું રે કરું હું,
નજરે નિહાળું સીમંધરનાથ....જિનધામ.
ગુરુ પ્રતાપે જિનેન્દ્રદેવ દેખ્યા,
મનવાંછિત સિદ્ધ્યા આજ....જિનધામ.
ગુરુદેવે જિનસ્વરૂપ બતાવ્યા,
બતાવ્યા આત્મસ્વરૂપ....જિનધામ.
દેવગુરુની મહિમા અપાર છે,
તુજ ભક્તિ હો દિન રાત....જિનધામ.