સ્તવનમાળા ][ ૧૦૧
કુંદદેવ અહો અમ આંગણે રે લાલ,
વંદન હો સંત ચરણમાં રે લાલ — સમવસરણ.
ગુરુ પ્રતાપે સહુ દેખીયા રે લાલ,
ભવભ્રમણ આજ મેટીયા રે લાલ — સમવસરણ.
ગુરુદેવે ૐકાર સુણાવીયા રે લાલ,
આ પામરને પાર ઉતારીયા રે લાલ — સમવસરણ.
દેવગુરુના ગુણને શું કથું રે લાલ,
તુજ ભક્તિ વસો મુજ અંતર રે લાલ — સમવસરણ.
શ્રી જિન – સ્તવન
(ભેટે ઝૂલે છે તલવાર – રાગ)
આજ પધાર્યા જિનનાથ,
જિનધામ સોહે સોહામણા.
આજ પધાર્યા સીમંધરનાથ,
સુવર્ણધામ સોહે સોહામણા.
જિનમંદિરે વાજિંત્રો છવાયાં,
જિનદ્વારે તોરણ બંધાય....જિનધામ.
સાક્ષાત્ સીમંધરનાથ અહો આંગણે;
ચિત્તડું હરખી જાય....જિનધામ.
મનહર મૂરત જિનેશ્વરદેવની,
પ્રશાંતકારી દેદાર....જિનધામ.
જિનેશ્વરદેવને નયને નિરખતાં,
આતમને નિરખાય....જિનધામ.