૧૦૦ ][ શ્રી જિનેન્દ્ર
સમવસરણ વિદેહમાં રे લાલ,
એ દ્રશ્ય ભરતમાં દેખીયું રે લાલ — સમવસરણ.
સમોસરણ સાક્ષાત્ જાણે દેખીયા રે લાલ,
સીમંધરનાથ જ્યાં બિરાજતા રે લાલ — સમવસરણ.
જિનભૂમિ સંયુક્ત જિન વંદના રે લાલ,
વનભૂમિ સંયુક્ત જિન વંદના રે લાલ — સમવસરણ.
ધ્વજભૂમિ સંયુક્ત જિન વંદના રે લાલ,
અષ્ટભૂમિ સંયુક્ત જિન વંદના રે લાલ — સમવસરણ.
તુજ પાસે શોભા મળી સામટી રે લાલ,
સર્વ વસ્તુ જગતની તુજને નમે રે લાલ — સમવસરણ.
વનાદિ ભૂમિ અર્ઘ્યો વડે રે લાલ,
જાણે પૂજા કરે જિન તાહરી રે લાલ — સમવસરણ.
દિવ્ય રચના અષ્ટભૂમિ તણી રે લાલ,
તું તો સર્વથી અલિપ્ત છે રે લાલ — સમવસરણ.
આત્માલંબે બિરાજતા રે લાલ,
કમળ સિંહાસન ભિન્ન છે રે લાલ — સમવસરણ.
ચક્રેશ સુરેશ ગણનાથ છો રે લાલ,
ત્રણ ભુવન આધાર છો રે લાલ — સમવસરણ.
ભવવારિધ તારણ ઉદાર છો રે લાલ,
એક સહસ્ર વસુ નામ છે રે લાલ — સમવસરણ.
અનંતગુણ રત્નત્રયા રે લાલ,
એવા જિન વિદેહમાં બિરાજતા રે લાલ — સમવસરણ.
કુંદદેવ વિદેહક્ષેત્રે ગયા રે લાલ,
જિન દેખી વિરહ દુઃખ મેટીયા રે લાલ — સમવસરણ.