સ્તવનમાળા ][ ૯૯
મહાવિદેહમાં ચાલીયા રે લાલ,
સીમંધરનાથને નિહાળીયા રે લાલ...આચાર્ય.
દિવ્યધ્વનિના સૂર સુણીયા રે લાલ,
આતમમાંહી ઓગાળીયા રે લાલ...આચાર્ય.
જિન દર્શન ચિત્ત ઊછળ્યા રે લાલ,
ભરતે આવીને બોધ છૂટીયા રે લાલ...આચાર્ય.
થોકે થાય મુનિ અર્જિકા રે લાલ,
વ્રતધારી ઘણા સામટા રે લાલ...આચાર્ય.
આકાશે પાતાળે એક થાંભલો રે લાલ,
જગત નભે સંતો વડે રે લાલ...આચાર્ય.
વનવાસી એ મુનિસંતની રે લાલ,
આતમશક્તિની શું વાતડી રે લાલ...આચાર્ય.
કહાનદેવે કુંદકુંદ ઓળખ્યા રે લાલ,
બહુ (જીવો) સંબોધ્યા કળિકાળમાં રે લાલ...આચાર્ય.
આતમયોગી આ જાગીયો રે લાલ,
આતમનાદ વગાડીયા રે લાલ...આચાર્ય.
કુંદ – કહાન સેવક અંતરે વસો રે લાલ;
ઝટ તારજો તારણહાર છો રે લાલ...આચાર્ય.
શ્રી જિન – સ્તવન
(અયોધ્યા નગરીમાં જનમીયા રે લાલ – એ રાગ)
સમવસરણ સોહામણા રે લાલ.
જિનેન્દ્રનાથ જ્યાં વિરાજતા રે લાલ.
સમવસરણ સોહામણા રે લાલ.