૯૮ ][ શ્રી જિનેન્દ્ર
દેવગુરુની સમીપતા પામશું રે લાલ,
જેથી પૂર્ણાનંદને પામશું રે લાલ.
ધન્ય દિવસ ચિદ્ધર્મના રે લાલ.
શ્રી કુંદકુંદાચાર્ય – સ્તવન
(આદિ જિણંદજી સોહામણા રે લાલ – રાગ)
મંગળ દિન આજ ઊગીયો રે લાલ,
કુંદદેવ આચાર્યપદ પામીયા રે લાલ.
આચાર્યપદ સોહામણા રે લાલ.
કુંદકુંદ આચાર્ય જાગીયા રે લાલ,
ભરતક્ષેત્રના ભાગ્યથી રે લાલ...આચાર્ય.
પ્રમત્ત અપ્રમત્તે ઝૂલતાં રે લાલ;
અવિહડ અબધૂત યોગી છો રે લાલ...આચાર્ય.
દેહધારી છતાં દેહાતીત છો રે લાલ,
ૠદ્ધિ લબ્ધિનો નહિ પાર છે રે લાલ...આચાર્ય.
અનેકાંત જ્ઞાન બળવાન છે રે લાલ,
શ્રુતકેવળીની સાખ છે રે લાલ...આચાર્ય.
આજ આચાર્યપદે મુનિ કુંદને રે લાલ
ઇન્દ્રો નરેન્દ્રો સ્થાપતા રે લાલ...આચાર્ય.
દેવેન્દ્રગણ આજ આવીયા રે લાલ,
મનુષ્યગણ અપાર છે રે લાલ...આચાર્ય.
કુંદકુંદદેવ અદ્ભુત છે રે લાલ,
ચૌદિશમાં વાજાં વાગીયા રે લાલ...આચાર્ય.