સ્તવનમાળા ][ ૯૭
અનંત ગુણ પ્રગટાવીયા રે લાલ,
ભક્તિ કરું હું તારી ભાવથી રે લાલ.....ધન્ય.
ધન્ય મુનિ આચાર્યવૃંદને રે લાલ,
ચિદ્સંયમ પ્રગટાવીયો રે લાલ.....ધન્ય.
અપૂર્વદિન ક્યારે આવશે રે લાલ,
ચિદ્સંયમ પ્રગટાવશું રે લાલ.....ધન્ય.
જ્યારે થશે રત્નત્રય એકતા રે લાલ,
દિન – રાત અહો એ ધન્ય છે રે લાલ.....ધન્ય.
જિનદેવે ક્ષમાદિ પ્રગટાવીયા રે લાલ,
સહુ પ્રગટાવો શુદ્ધ ભાવને રે લાલ.....ધન્ય.
પ્રભુ કેવળ જ્યોતિ જળહળે રે લાલ,
જિનરાજ કૃતકૃત્ય સ્વરૂપ છો રે લાલ.....ધન્ય.
નજરે નિહાળું જિનનાથ રે લાલ,
લયલીન બનું ભક્તિભાવમાં રે લાલ.....ધન્ય.
મુજ મન મંદિરે જિનનાથ છો રે લાલ,
ચાલ્યો આવું છું તુજ પાસમાં રે લાલ....ધન્ય.
ગુરુદેવ કૃપા વરસાવતા રે લાલ,
મુજ અંતર આતમ ઉલ્લાસતા રે લાલ....ધન્ય.
ગુરુરાજ પ્રતાપે જિન ભેટશું રે લાલ,
ચિદાત્મમાંહી રાચશું રે લાલ.....ધન્ય.