૯૬ ][ શ્રી જિનેન્દ્ર
વિરહ પડ્યા આ ભરતક્ષેત્રમાં,
ત્રિલોકીનાથના આજ.....વીર.
હે વીર! હે વીર! ભરતક્ષેત્રમાં,
સેવક કરે તુને સાદ.....વીર.
સિદ્ધ મંદિરે નાથ બિરાજ્યા,
શાસનમાં જાગ્યા કોઈ સંત.....વીર.
સાદ સાંભળ્યો સેવક તણો એ,
જાગ્યા કુંદ – કહાન સંત.....વીર.
કુંદકુંદ અમૃતાદિ કહાનગુરુ પાકીયા,
શાસનના રક્ષણહાર.....વીર.
કહાનગુરુને શ્રુતસાગર ઊછળ્યા,
અમૃત વરસ્યા મેહ.....વીર.
આતમ આધાર એ અમ સેવકના,
શિવપુરનો એ સાથ.....વીર.
શ્રી સ્તવન
(અયોધ્યા નગરીમાં જનમિયા રે લાલ – રાગ)
અનંત ચતુર્દશી દિન આજનો રે લાલ,
જિનદેવ ઝૂલે આનંદરસે રે લાલ;
ધન્ય દિવસ ચિદ્ધર્મના રે લાલ.
અનંતાનંદ પ્રગટો મુજ અંતરે રે લાલ,
સેવક ઇચ્છે એ સ્વરૂપને રે લાલ.....ધન્ય.