સ્તવનમાળા ][ ૯૫
શ્રી જિન – સ્તવન
(ભેટે ઝૂલે છે તલવાર – રાગ)
નિર્વાણ મહોત્સવ દિન આજ,
વીર પ્રભુ સિદ્ધ થયા છે.
વીર જિનેશ્વર સિદ્ધ થયા છે,
ગૌતમ કેવળજ્ઞાન.....વીર.
સમશ્રેણી પ્રભુ પાવાપુરીમાં,
મુક્તિમાં બિરાજ્યા નાથ.....વીર.
અનાદિ દેહનો સંબંધ છૂટીને,
ચૈતન્ય ગોળો છૂટ્યો આજ.....વીર.
યોગ વિભાવનું કંપન છૂટ્યું,
અનંત અકંપતા આજ.....વીર.
અનંત અનંત ગુણ પર્યાયે પરિણમ્યા,
પ્રગટ્યો અગુરુલઘુ મહાન.....વીર.
પુનિત પગલાં કાલ હતાં ભરતમાં,
આજે થયા ચિદ્દબિંબ.....વીર.
કાલે વીરજી અરિહંત હતા,
આજે સિદ્ધ ભગવાન.....વીર.
ભરતક્ષેત્રે પાવાપુરીમાં,
સ્મરણ વીરનાં થાય.....વીર.
દેવ દેવેંદ્રો પાવાપુરીમાં ઊતર્યા;
નિર્વાણ મહોત્સવ કાજ.....વીર.