૯૪ ][ શ્રી જિનેન્દ્ર
શ્રી વીર જિનેન્દ્ર જનમીયા રે લાલ,
ત્રણ ભુવનનો નાથ છે રે લાલ...જન્મ.
ઉગ્ર તપશ્ચર્યા આદરી રે લાલ,
લવલીન થયા ચિદાત્મમાં રે લાલ...જન્મ.
કેવળજ્ઞાન પ્રગટાવીયા રે લાલ,
અનંતગુણો માંહી ઝૂલતા રે લાલ...જન્મ.
દિવ્ય રચનાએ દિવ્યધ્વનિ છૂટી રે લાલ,
અનંત આતમ તર્યા સામટા રે લાલ,
ધન્ય અવતાર વીર નાથનો રે લાલ.
દીસે વૃદ્ધિકાળ તુજ શાસને રે લાલ,
પ્રભુ પ્રગટ્યા છે કહાન પુત્ર તાહરા રે લાલ,
ધન્ય અવતાર ગુરુરાજનો રે લાલ.
જેણે હલાવ્યા આખા હિંદને રે લાલ,
સત્ ધર્મના દરિયા વહાવીયા રે લાલ...ધન્ય.
શ્રુતસાગર ઉછાળ્યા ગુરુ અંતરે રે લાલ,
અદ્વિતીય અવતાર ભરતખંડમાં રે લાલ...ધન્ય.
શાસનવૃદ્ધિ દિન આજનો રે લાલ,
વધતાં દેખું ગુરુદેવને રે લાલ...ધન્ય.
આજ મંગળ દિન અહો ઊગીયો રે લાલ,
ગુરુદેવના ચિદાતમે મંગળ થયા રે લાલ...ધન્ય.
વંદન કરું છું તુજ ચરણમાં રે લાલ,
સેવકને શરણમાં રાખજો રે લાલ...ધન્ય.