સ્તવનમાળા ][ ૯૩
પાક્યા છે યુગપ્રધાની સંત આ,
સેવકને હરખ ન માય...ઉજમબા.
એવા સંતની ચરણસેવાથી,
ભવના આવે છે અંત...ઉજમબા.
પંચમકાળે અહો ભાગ્ય ખીલ્યા છે,
વંદન હોજો અનંત...ઉજમબા.
શ્રી જિન – સ્તવન
(અયોધ્યા નગરીમાં જનમીયા રે લાલ – રાગ)
વીર જિનેન્દ્ર જનમીયા રે લાલ,
મંગળ દિન આજ ઊગીયો રે લાલ,
જન્મ કલ્યાણક આજનો રે લાલ,
કુંડલપુર નગરી સોહામણી રે લાલ,
પિતા સિદ્ધાર્થ માત ત્રિશલા રે લાલ...જન્મ.
રત્નવૃષ્ટિ જિનપુરીમાં રે લાલ,
સોહે પિતાજીના આંગણા રે લાલ...જન્મ.
ઇન્દ્ર ઇન્દ્રાસન ડોલીયા રે લાલ,
શક્ર શચિ સહ આવીયા રે લાલ...જન્મ.
કુંડલપુરે દેવો ઊતર્યા રે લાલ,
ભરતે વાજિંત્ર એના ગાજીયા રે લાલ...જન્મ.
દેવો ગગનમાં ચાલીયા રે લાલ,
જોવા મળ્યું જગ સામટું રે લાલ....જન્મ.
મેરુએ અભિષેક કરાવીયા રે લાલ,
પિતા આંગણે તાંડવ નૃત્ય થતાં રે લાલ....જન્મ.