Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 136 of 253
PDF/HTML Page 148 of 265

 

background image
૧૩૬ ][ શ્રી જિનેન્દ્ર
મોતીનો થાળ ભરી માનથંભને વધાવીયે,
કેશર ચંદનની પૂજા રચાવીયે
આનંદથી લઈએ વધાઈ,
આજ મારે મંગળ વધામણાં.
ગુરુજી પ્રતાપથી માનથંભ નીહાળીયો,
દર્શનથી દિલડાં અમ હરખાઈયાં;
આનંદ ઉરમાં ન માય...આજ.
માનથંભ દેખતાં ગર્વ ગળે છે,
ભવ્ય જીવોનાં હૃદય ખીલે છે,
મહિમા એ જિનની અદ્ભુત....આજ.
સુવર્ણપુરે સુવર્ણ માનથંભ પધારીયા,
અવનવાં ભૂમિના રંગો રંગાઈયા;
નવ નવાં દ્રશ્યો દેખાય...આજ.
ધર્મસ્તંભ એ ગગને અડે છે,
જગના જીવોને આમંત્રણ કરે છે;
આવો આવો અહીં ધર્મકાળ....આજ.
ૠદ્ધિ છે જિનરાજ તણી એ,
શોભા છે સમોસરણ તણી એ;
દર્શને હૃદયો પલટાય...આજ.
પુનિત પગલે જિનરાજ પધાર્યા,
ઉન્નત પવિત્ર માનસ્તંભ પધાર્યા;
ગુરુદેવને હરખ ન માય...આજ.