સ્તવનમાળા ][ ૧૩૭
મુક્તિના દ્વાર ગુરુરાજે ઉઘાડીયા,
ધર્મસ્તંભનાં સ્થાપન કરાવીયા;
જયકાર જગતે ગવાય.....આજ. ૯
શ્રી ગુરુરાજના પગલે પગલે,
નવી નવી મંગળ પ્રભા પ્રકાશે;
નિત નિત વૃદ્ધિ થાય....આજ. ૧૦
શ્રી સુપ્રભાત – સ્તવન
(વિદેહે વસ્યા ભગવાન – રાગ)
આજ ઊગ્યો સોનેરી પ્રભાત,
ધન્ય સુપ્રભાત અહો!
શ્રી સીમંધરનાથ સુપ્રભાત અહો!
શ્રી ગુરુદેવસૂર્ય સુપ્રભાત અહો!
શ્રી દેવ – ગુરુ સુપ્રભાત......ધન્ય.
જિનશાસનમાંહી સુપ્રભાત......ધન્ય.
જગતારણહાર જિનનાથ અહો!
પરમ પ્રદીપ પરમ દાની અહો!
મહા કૌતુકી ભગવાન......ધન્ય.
જગતદીવાકર દેવ અહો!
સુરનર પૂજિત પાદ અહો!
અહો! કરુણાનિધિ ભગવાન.....ધન્ય.
આજ સોનેરી પ્રભાત ગુરુ આતમમાંહી
ઊગી છે અનોખી ગુરુ ચૈતન્યમહીં,
મારા ગુરુવરસૂર્ય સુપ્રભાત......ધન્ય.