૧૩૮ ][ શ્રી જિનેન્દ્ર
આજ ગગને રવિ અનેરો દીસે,
જેના મંગળ કિરણો સોહી રહે;
જાણે આત્મભાનુની ઝાંય.....ધન્ય.
જાણે સાધકનો સુલભકાળ.....ધન્ય.
સુપ્રભાત વડે સુવર્ષ પ્રગટો,
સેવકને રત્નત્રય ભાનુ પ્રગટો;
ગુરુ ચરણોમાં વારી વારી જાઉં......ધન્ય્ા.
શ્રી જિન – સ્તવન
(ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરીયે – રાગ)
જિનરાજ વધાઈ મોરે મંદિરીયે,
જિનસ્તંભ સ્થપાયા મારે આંગણીયે;
દેવ ને દેવેન્દ્ર સહુ જિનવરતણી સ્તવના કરે,
જિનરાજ સ્વામી વિદેહમાં બેઠાં અમીદ્રષ્ટિ કરે.
આજે ગંધર્વોનાં ગીત ગાજે છે,
દૈવી દુંદુભી ડંકા વાગે છે. જિનરાજ. ૧.
ઇન્દ્ર ઉતર્યા મંદીરે ને નવનવા નાટક કરે,
ભાવભીની ભક્તિથી શ્રી જિન ચરણોમાં નમે;
મારે આંગણે કલ્પતરૂ ફળીયો છે,
ત્રણ ભુવનના નાથ પધાર્યા છે. જિનરાજ. ૨
સુવર્ણની શોભા બની વિદેહ સરખી આજ તો,
હૈડું તો હેજે વહે ને રોમ રોમ ઉલ્લાસી રહે;