સ્તવનમાળા ][ ૧૩૯
શ્રી તીર્થંકર દેવની આ વિભૂતિ છે.
જેનો મહિમા અગમ્ય ને અચિંત્ય છે. જિનરાજ. ૩.
ગુણમંદિર ગુણમાલ છે ને સુખસમુદ્ર જિનસાથ છે,
આત્મના આધાર છે ને ભદ્રરૂપ ભગવંત છે;
જેના દર્શનથી જન્મ-મરણ જાયે છે,
જેની મહિમાથી આતમશુદ્ધિ થાયે છે....જિનરાજ. ૪.
નંદન સીમંધરનાથના ને સેવકના શણગાર છો,
ગુણરસી ગુરુદેવ છો ને ભવિકના આધાર છો;
તુજ પ્રભાવ ભરતે ગાજે છે;
તારા સેવક વારણાં ઉતારે છે....મારા.
❑
શ્રી માનસ્તંભ – સ્તવન
ધન્ય ભાગ્ય અમારે આંગણે પધાર્યા માનસ્તંભ ભગવાન,
વધાવું આજ હીરલે થાળ, ભરી ભગવાન.
સુવર્ણપુરીમાં આજ પધારી ન્યાલ કર્યા ભગવાન,
તુમ ચરણે પ્રભુ નિશદિન રહીને, કરીએ આત્મકલ્યાણ,
– વધાવું
મહિમા શાશ્વત જિનની ગાજે, ત્રણ ભુવનની માંહી;
સેવકને હો જિનની સેવા, ધન્ય દિવસ ધન્ય કાળ. – વધાવું.
શ્રી માનથંભે રત્ન પટારા, ઝૂલે સ્વર્ગની માંહી;
જિનેન્દ્રદેવના વસ્ત્રાભૂષણ, શાશ્વત થંભની માંહી. – વધાવું.