Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 140 of 253
PDF/HTML Page 152 of 265

 

background image
૧૪૦ ][ શ્રી જિનેન્દ્ર
વસ્ત્રાભૂષણ ઇન્દ્રો લાવે, મધ્ય લોક મોઝાર;
જન્મકલ્યાણકે જિનને પહેરાવે, ઇન્દ્ર પૂજે ભગવાન.વધાવું.
બાગ બગીચા વાવડી સોહે, અભિષેક ઘંટા નાદ;
મુક્તિની રમણિકતા આવી, માનસ્તંભને દ્વાર.વધાવું.
જ્ઞાયક છો પ્રભુ વિશ્વતણા એ, અનંત ગુણના નાથ;
આતમપદ દાતાર છો પ્રભુ, ચિદ્સ્વરૂપ શણગાર.વધાવું.
કલ્પવૃક્ષ મુજ આંગણે ફળીયો, મનચિંતિત દાતાર,
ત્રણ ભુવનના નાથ પધાર્યા, ગુરુજીને હરખ ન માય.વધાવું.
કહાન ગુરુના પરમ પ્રતાપે, ભેટ્યા શ્રી માનથંભ;
જિનવર ૠદ્ધિ નજરે નિહાળી, હૈડું હરખી જાય.વધાવું.
પંચમકાળે વિરહ ભૂલાવ્યા, ભેટાડ્યા ભગવંત;
જિનેન્દ્રદેવના રહસ્ય ખોલ્યાં, એ કહાનપ્રભુ જયવંત.વધાવું.
શ્રી જિનસ્તવન
(હલમલતો હાથીરાગ)
રત્નનું પારણું ને મણિરત્ને જડીયું,
રેશમની દોરીએ ઝૂલાવે માતાજી લાલ;
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
સુરેન્દ્રો સહુ મળી જિનને ઝૂલાવે,
પોઢે પારણીયે, માતાજી નંદન લાલ;
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.