સ્તવનમાળા ][ ૧૪૧
પિતાજી આંગણે કલ્પતરુ સોહે,
તીર્થંકર બાળ ખેલે, પિતાજી દ્વાર લાલ;
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
માતાજી નંદન છે ને જગતનો નાથ છે,
પ્રથમ રસ નયણે સોહે, વારણા ઉતારું લાલ;
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
ગુણનિધિ ગુણસાગર પ્રભુજી જનમ્યા,
ધન્ય ધન્ય દિવસ સોહે, ઘનનન ઘંટા વાગે,
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
પરમ દયાળુ કરુણાધાર કૃપાળુ છો,
જગતનો નાથ એ, સેવક આધાર લાલ,
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
શ્રી જિન – સ્તવન
મારા નાથની વધાઈ આજે છે,
મારા સ્વામીની વધાઈ આજે છે,
એના શબ્દ ગગનમાં ગાજે છે....મારા.
ત્રણ જ્ઞાન વિરાજીત જન્મ્યા છે,
ત્રણ લોકના દ્રવ્ય પ્રકાશ્યા છે,
સુરલોકમાં ઘંટા વાજે છે....મારા.
આજ સ્વર્ગેથી ગજરાજ આવ્યા છે,
ઘન ઘંટ ચંવર ધજા ફરક્યા છે,
સુર અપછર નૃત્ય બજાવે છે...મારા.