૧૪૨ ][ શ્રી જિનેન્દ્ર
ઇન્દ્ર ઐરાવત હાથી લઈ આવ્યા છે,
માનસ્તંભેથી આભૂષણ આવ્યા છે,
મારા નાથને મેરૂએ લઈ ચાલ્યા છે...મારા.
સહસ્ર લોચન ઇન્દ્ર બનાવે છે,
જિનરૂપ લળી લળી નીરખે છે,
નયનો તૃપ્તિ નહિ પાવે છે....મારા.
ક્ષીરસાગરથી જલ લાવે છે,
જિનરાજને અભિષેક કરાવે છે,
શક્રરાજનાં દિલડાં ઉલ્લસે છે....મારા.
આજ તાંડવ નૃત્યો સોહે છે,
ગંધોદક વરસા વરસે છે,
જિનમહિમા જગતે ગાજે છે....મારા.
લોકાલોક વિકાસી જિનરાયા છે,
જગસાક્ષી મહા ગંભીરા છે,
ભવભયહારી ભગવંતા છે....મારા.
ગુણરત્ન નાથ પધાર્યા છે,
મુજ આંગણ કલ્પતરુ ફળીયા છે,
ગુરુરાજ પ્રતાપે જિન મળીયા છે....મારા
સેવકનાં હૈડાં હરખ્યાં છે....મારા.
❑