સ્તવનમાળા ][ ૧૪૩
શ્રી માનસ્તંભ – સ્તવન
(લાખ લાખ દીવડાની – રાગ)
ઊંચા ઊંચા રૂડા માનસ્તંભ સોહે,
રૂડા તે રૂડા મારા જિનવર સોહે,
દ્રશ્યો એ અદ્ભુત દેખાય
સુંદર એ માનસ્તંભ જિણંદના....૧.
લાખ લાખ હિરલાના કળશ ચડાવીએ,
લાખ લાખ મોતીના તોરણ બંધાવીએ,
લાખોના માનસ્તંભ સોહાય – સુંદર...૨.
વિદેહીનાથ મારે આંગણે પધારીયા,
આવીને સેવકના અંતર ઉછાળીયા,
આવો આવો રે ભગવાન – સુંદર...૩.
વિદેહીનાથે વૃદ્ધિ કરાવી,
સુવર્ણતીર્થની શોભા વધારી,
ઝળકે જિણંદજીના તેજ – સુંદર...૪.
શાશ્વત માનસ્તંભ સ્વર્ગે જિણંદના,
ઊર્ધ્વ મધ્ય ને આદિ ત્રિલોકમાં,
રમણિક છે જિનધામ – સુંદર....૫.
શાશ્વત જિનબિંબ ત્રણ લોકે બિરાજે,
જિનરચના એ કુદરત રચાયે,
મહિમા શાશ્વત જગમાંય – સુંદર....૬.