૧૪૪ ][ શ્રી જિનેન્દ્ર
પગલે પગલે ગુણ ગાવો જિણંદના,
હૈડામાં વેણલા વહાવો જિણંદના,
જન્મોનાં દુખડાં એ જાય – સુંદર....૭.
ધન્ય ઉજમબા માતાના નંદન,
એ મંગળમૂર્તિને મારા કોટિ કોટિ વંદન,
તુજ પગલે પગલે પ્રભાવ – સુંદર....૮.
જિનેન્દ્રમહિમા ગુરુ ભરતે વહાવી,
સત્ય સ્વરૂપની ધૂન મચાવી,
તુજ ગુણો પર વારી વારી જાઉં – સુંદર....૯.
❑
શ્રી ગુરુદેવ – સ્તવન
(મહાવીરા તેરી ધૂનમેં – રાગ)
શ્રી સદ્ગુરુ કરકમળેથી, મહામંગળ વિધિ થાય છે,
મહા મંગળ વિધિ થાય છે, મહામંગળ વિધિ થાય છે.
મહા મંગળ વિધિ થાય છે. ૧.
આ ભરતક્ષેત્રમાંહી, પ્રતિષ્ઠા સ્વર્ણે ગાજે (૨)
શ્રી માનસ્તંભ બન્યા છે, સુવર્ણના મંદિરીયે – શ્રી. ૨.
શ્રી જિનવરનાં મુખડાં નીરખી, ગુરુવરનાં દિલડાં હરખે (૨)
એ પુનિત હૃદયોમાંહી, શ્રી જિનવરજી બિરાજે – શ્રી. ૩.
સુવર્ણ સલાકા સોહે, શ્રી ગુરુવર કરકમલોમાં (૨)
પુનિત અંતર આતમથી, અંકન્યાસ વિધિ થાય છે – શ્રી. ૪.