સ્તવનમાળા ][ ૧૪૫
શ્રી વિદેહક્ષેત્રમાંહી, સીમંધરનાથ બિરાજે (૨)
અમીદ્રષ્ટિ વરસાવે, શ્રી મંગળ વિધિમાંહી. શ્રી.
આ પંચકલ્યાણકમાંહી – શ્રી. ૫.
વીતરાગ સ્વરૂપ બતાવ્યું; શ્રી કહાનગુરુદેવે (૨)
જિનવર વૈભવ બતાવ્યા, જિનસ્તંભને થંભાવીયા – શ્રી. ૬.
શ્રી જિનવર લોચન સોહે, ગુરુદેવનાં મનડાં મોહે (૨)
જિનેન્દ્ર પધાર્યા દ્વારે, તુજ મહિમા અદ્ભુત આજે – શ્રી. ૭.
શ્રી દેવ – ગુરુ મહિમાનો, જયકાર ગગને ગાજે (૨)
અંતર સેવકનાં નમતાં, શ્રી ગુરુવરના ચરણોંમાં – શ્રી. ૮.
શ્રી – સ્તવન
(રાગ – ભેટે ઝૂલે છે તલવાર)
આજ ઊગ્યો સુમંગળ પ્રભાત.
સ્વર્ણે પ્રભાત પ્રકાશ્યા,
વિદેહે વસ્યા ભગવાન,
ભરતે ભાનુ પ્રકાશ્યા.
પરસંગ ત્યાગી, પરમ વૈરાગી,
જગનાયક જિનનાથ....સ્વર્ણે ૧.
સુરતરૂ ચિંતામણી કામધેનુ,
મહિમા તણા નિધાન....સ્વર્ણે ૨.
ઊર્ધ્વ મધ્ય ને અધો લોકમાં,
સુરનર મહિમા ગાય....સ્વર્ણે ૩.