Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 146 of 253
PDF/HTML Page 158 of 265

 

background image
૧૪૬ ][ શ્રી જિનેન્દ્ર
ધન્ય દિવસને ધન્ય ઘડી આજ,
ઊગ્યો સુવર્ણ પ્રભાત....સ્વર્ણે ૪.
શ્રી ગુરુદેવના આતમમાંહી,
પ્રગટી સુમંગળ પ્રભાત....સ્વર્ણે ૫.
રત્નત્રયસૂર્ય આજે પ્રકાશ્યો,
સાધકનો એ સાથ....સ્વર્ણે ૬.
અજ્ઞાન અંધારાં ગુરુજી ટાળ્યાં,
પ્રકાશ્યા સમ્યક્ પંથ....સ્વર્ણે ૭.
દેવગુરુ સુપ્રભાત પ્રકાશ્યા,
સાધકનો શણગાર....સ્વર્ણે ૮.
જિનશાસનમાં સુમાર્ગ પ્રકાશ્યા,
સ્પષ્ટ થયા એ પંથ....સ્વર્ણે ૯.
સેવક ઇચ્છે તુજ ચરણ સેવા,
નિશદિન મંગળ પ્રભાત....સ્વર્ણે ૧૦.
શ્રી જિનસ્તવન
(મહાવીરા તેરી ધૂનમેંરાગ)
આજ મારે રે આંગણીએ શ્રી જિનવરજી પધાર્યા,
શ્રી જિનવરજી પધાર્યા શ્રી જિનવરજી પધાર્યા;
શ્રી જિનવરજી પધાર્યાઆજે મારે. ૧.
સીમંધરનાથ આવો, તીર્થંકરદેવ પધારો, (૨)
જયનાદ ગગનમાં ગાજે, હૈડાં સેવકનાં હરખેઆજ. ૨.