સ્તવનમાળા ][ ૧૪૭
હૈડાના હાર આવો, આતમ શણગાર પધારો, (૨)
પાવન સેવકને કરીને, સેવક સામું નિહાળો – આજ. ૩.
કઈ વિધ વંદુ સ્વામી, કઈ વિધ પૂજું સ્વામી, (૨)
ત્રિલોકીનાથ પધાર્યા, અમ સેવકના આંગણીયે – આજ. ૪.
શ્રી માનસ્તંભ સોહે, સીમંધરનાથ બિરાજે, (૨)
વિભૂતિ જગની આવે, શ્રી જિનવરના ચરણોમાં – આજ. ૫.
ધ્યાન ધુરંધર સ્વામી, વીતરાગ વિલાસી સ્વામી, (૨)
સુખમંદિર જિનવરદેવા, હમ રહીએ તુજ ચરણોમાં – આજ. ૬.
ત્રિલોકીનાથ ચરણે, મુક્તિનું સુખ નિહાળું, (૨)
દિનરાત જિનને ધ્યાવું, અંતરમાં નાથ વસાવું – આજ. ૭.
ગુરુ કહાને જિનને નિરખે, હૈડામાં હરખી જાયે, (૨)
તુજ વારણા ઉતારે, સુવર્ણ મંગલ થાયે – આજ. ૮.
ગુરુ કહાનના પ્રતાપે, જિનરાજ ભેટ્યા આજે, (૨)
આ પંચમકાળ ભૂલાયે, નિત નિત મંગળ થાયે – આજ. ૯.
શ્રી જિન – સ્તવન
(સુંદર સુવર્ણપુરીમાં – રાગ)
મારી સુવર્ણપુરીમાં માનસ્તંભ પધારીયા રે;
શ્રી જિનેન્દ્રદેવના વૈભવની શી વાત,
મારે આંગણ આજે કલ્પવૃક્ષ ઊગીયો રે,
મારું હૈડું હરખે હલમલ હલમલ થાય,
મારા ઉરમાં આજે સોના સૂરજ ઊગીયો રે – મારી. ૧.