૧૪૮ ][ શ્રી જિનેન્દ્ર
(સાખી)
મહાવિદેહે બિરાજતા, સીમંધર ભગવાન;
સમોસરણ ત્યાં સોહતા, કંઈક નમૂનો આંહી....
તુજ કૃપાથી દાસે તારો વૈભવ દેખીયો રે,
જેને દેખીને ગણધરને આશ્ચર્ય થાય;
જેને માન ને મરતબા સહુ ગળી ગયા રે – મારી. ૨.
(સાખી)
શ્રી જિનેન્દ્ર વીતરાગદેવ, વિદેહી ભગવાન;
વીતરાગતા છાઈ રહી, સ્વપર પ્રકાશક જ્ઞાન.
પ્રભુજી તારે પગલે પગલે મારે આવવું રે,
હું તો જ્યાં જોઊં ત્યાં દેખું મારો નાથ,
એવા નાથ મારા હૈડામાં નિત્યે વસો રે – મારી.
પ્રભુજી બીજું મારે જોવાનું નહિ કામ,
મારા હૃદયે એક વીતરાગતા વસી રહો રે – મારી. ૩.
(સાખી)
અનંત ચતુષ્ટયયુક્ત હો, ત્રણ ભુવનના નાથ;
આતમપદ દાતાર હો, ધરતા નિજગુણ રાશ.
આવો આવો એવા જિનવર મારે મંદિરે રે,
હું તો કઈ વિધ વંદુ કઈ વિધ પૂજું નાથ;
મારે આંગણ આજે ત્રિલોકીનાથ પધારીયા રે – મારી. ૪.