સ્તવનમાળા ][ ૧૪૯
(સાખી)
માનસ્તંભ ઉન્નત અતિ, ચૌદિશ દર્શન થાય,
જગ સર્વને બોલાવતો, અભિમાની નમી જાય.
જેના દર્શનેથી પરભાવો ટળી જતા રે,
જેને પરખી લેતાં આતમને પરખાય.
એવા જિન વિભૂતિ સ્વર્ણપુરીમાં ઉતરી રે – મારી. ૫
(સાખી)
અદ્ભુત અનુપમ કાર્યો કર્યાં, અહો! શ્રી સદ્ગુરુનાથ,
ધર્મસ્તંભને થાપીયા, અંતરમાં ને બાહ્ય.
ગુરુજી તુજ ગુણની મહિમાને હું તો શું કથું રે,
તારી કીર્તિ વ્યાપી દશો દિશીમાંય;
તુજ ગુણોએ આખા ભારતને ડોલાવીયું રે,
તુજ ચરણને સેવી સેવક ભવઅંત પામીયા રે – મારી. ૬.
શ્રી જિન – સ્તવન
(રાગ – પાર કરોગે પાર કરોગે)
મંગલ વિધિ મંગલ વિધિ શ્રી મંડપે મંગલ વિધિ,
કહાનગુરુના પવિત્ર હાથે — શ્રી.
જિન સમીપે ગુરુવર સોહે, સીમંધર નંદન એ મોહે,
સુર – નર કેરા મન હરખાયે — શ્રી.
કુમકુમ પગલે ગુરુજી સોહે, કરકમલોએ વિધિ થાયે,
અલૌકિક એ દ્રશ્ય આજે — શ્રી.