૧૫૦ ][ શ્રી જિનેન્દ્ર
મંત્ર કરે છે ગુરુવર ભાવે દિવ્યતા એ નીરખી આજે,
સેવકનાં મનડાં હરખાયે — શ્રી.
ચંદ્ર – સૂર્ય સોહે છે ગગને, દેવ – ગુરુની જોડી ભરતે,
સુવર્ણ સુરજ આજે ઊગે — શ્રી.
ત્રિલોકી જગ તારણહારા, ભવિક દિવાકર શ્રી જિનરાયા,
સેવકજનને આત્મ આધારા — શ્રી.
દેવદુંદુભિ વાજિંત્ર વાગે, શ્રી જિનવરનો મહિમા ગાજે,
દિવ્ય ગંધોદક અમૃત વરસે — શ્રી.
શ્રી માનસ્તંભ – સ્તુતિ
[સુવર્ણપુરીમાં પ્રતિષ્ઠા પ્રસંગે]
(રાગ – કોઈનો લાડકવાયો)
સ્વર્ણપુરે સ્વાધ્યાય સુમંદિર, જિનગૃહ ગુરુજી લાયા,
સમવસરણ, પ્રવચનમંડપ, ✽જિનધર્મવિભવ લહરાયા;
✽ધર્મધ્વજ આયા આયા રે,
ભવિક - ઉર હરખ હરખ છાયા.
ઘોર ભવાટવી માર્ગ ભૂલ્યું જગ, સૂઝે ક્યાંય ન આરો;
જિનદરબાર સુમાર્ગ બતાવી, તું જગ-રક્ષણહારો;
— ધર્મધ્વજ તું આધારો રે,
ભવિકનો તું ધ્રુવ તારો રે....સ્વર્ણ૦
✽
શ્રી માનસ્તંભને ધર્મવૈભવ તેમ જ ધર્મધ્વજ પણ કહેવામાં
આવે છે.