Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 151 of 253
PDF/HTML Page 163 of 265

 

background image
સ્તવનમાળા ][ ૧૫૧
પીઠ પ્રથમ શ્રી કુંદ-સીમંધર મિલન મનોહર સોહે,
નેમપ્રભુ, વસુ મંગળ, પાવન, પરમેષ્ઠી મન મોહે;
દ્રશ્ય શા મધુમધુરા લાગે,
ઉરે શા ભાવ અહો! જાગે.
પીઠ બીજી ગુરુ કહાન બિરાજે, જ્યોત વિદેહી ભરતમાં,
શ્રુત સોંપે ધરસેન, કુંદમુનિ જ્યોત ભરે ભાજનમાં;
જ્યોતિધર જય જય હો જગમાં,
અમોને અજવાળો ઉરમાં....સ્વર્ણ૦
પીઠ ત્રીજી ગૌતમ-ધ્વજદર્શન, કેવળ મલ્લિકુંવરને,
દેવ કરે અભિષેક, ઈક્ષુરસદાન ૠષભમુનિવરને;
ધન્ય જિન-ગણધર-મુનિવરને,
મુક્તિપુર-પંથ-પ્રવાસીને.
પીઠત્રયી પર મંદિર મનહર, સ્વસ્તિક મંગળકારી,
ઘંટ-માળ-અભિરામ દંડ પર ઊંચે દેરી અનેરી;
ધર્મધ્વજ ગગનવિહારી રે,
ભવિક-મન પાવનકારી રે....સ્વર્ણ૦
નીચે ઉપર નાથ ચતુર્દિશ, પદ્માસન અતિ પ્યારા,
પાદ પડે ત્યાં તીરથ ઉત્તમ, દ્રષ્ટિ પડ્યે ભવ પારા;
નાથ મુજ આયા આયા રે,
સુવર્ણે અમૃત ઊભરાયા.
ચેતનબિંબ જિનેશ્વરસ્વામી, ધ્યાનમયી અવિકારા,
દર્પણ સમ ચેતન-પર્યય-ગુણદ્રવ્ય દિખાવનહારા;
નાથ ચિદ્રૂપ દિખાવે રે,
પરમ ધ્રુવ ધ્યેય શિખાવે રે....સ્વર્ણ૦