સ્તવનમાળા ][ ૨૦૩
શ્રી માનસ્તંભ સ્તવન
(તુમસે લાગી લગન, લેલો અપની શરન – એ રાગ)
માનસ્તંભ દેવા, કરું તારી સેવા, આનંદકારા,
માનસ્તંભજી વંદન હમારા,
જિનરાજજી વંદન હમારા.
ધર્મવૈભવ ધારી, આવ્યા સુવર્ણ માંહી, દર્શન પ્યારા. મા૦
સીમંધરપ્રભુ આપ પધારી, વિદેહ જેવી સુવર્ણ બનાવી,
તારાં પુનિત ચરણ, નિશદિન થાયે મંગલ જય જયકાર;
જિનરાજજી૦
વિદેહ ક્ષેત્રથી સીમંધર પધાર્યા, સુવર્ણે સમોસરણે બિરાજ્યા,
સાક્ષાત્ દર્શન પાયા, ધર્મધ્વજ લાવ્યા, કોડ પુરાયા
જિનરાજજી૦
ભવ્ય ભક્તોના ટોળા સુવર્ણે, આવે માનસ્તંભજી વધાવે,
લળી લળી ચરણે નમે, અંતર માન ગળે, મહિમા સારા.
જિનરાજજી૦
ઇન્દ્ર દેવેન્દ્ર સ્વર્ણે ઊતરે, દેવી વાજિંત્ર મંગલ બજાવે,
અચિંત્ય રચના નીરખી, ધર્મસ્તંભતણી, હર્ષ અપારા.
જિનરાજજી૦
મહાશ્રુત જ્ઞાનધારી જનમ્યા, નેમિચંદ્ર જેવા કા’નદેવા,
રાષ્ટ્રદેશે ઘણાં જિનબિંબ સ્થાપ્યા, ઘણાં જિનવર પ્યારા.
જિનરાજજી૦