૨૦૪ ][ શ્રી જિનેન્દ્ર
અલૌકિક રચના શાસનસ્તંભે, નીરખી સદ્ગુરુદેવા હરખે,
સદ્ગુરુ હૃદય પ્યારા, દિવ્ય ભરતે ન્યારા, મનોહારા.
જિનરાજજી૦
બલિહારી શાસન સંત તારી, દિવ્યમહિમા નીરખી જાઉં વારી,
જયજયવંત સદા, નિશદિન માગું સેવા, મંગલકારા;
માનસ્તંભજી વંદન હમારા.
શ્રી માનસ્તંભ – સ્તવન
મારે સોના સમો રે સૂરજ ઊગીયો રે,
આજે માનસ્તંભ પધાર્યા મારે ઘેર....મારે....૧
મૈં તો થાળ ભર્યો રે સાચા મોતીએ રે,
હું તો હરખે વધાવું માનસ્તંભ....મારે....૨
મારે ચોથા આરા રે ફરી આવીયા રે,
હું તો પંચમ આરો ભૂલી જાઉં....મારે....૩
મારે વિદેહી નાથ પધારીયા રે,
સાથે લાવ્યા મોંઘેરા માનસ્તંભ....મારે....૪
આજે સાક્ષાત્ સમોસરણ ભેટીયા રે.
ભેટ્યા ભેટ્યા અદ્ભુત માનસ્તંભ....મારે....૫
ગુરુરાજ પ્રતાપે ભરતક્ષેત્રમાં રે,
રચના અચિંત્ય માનસ્તંભની હોય....મારે....૬
રાષ્ટ્રદેશે ધર્મધ્વજ પધારીયા રે,
આજે બિરાજ્યા તીરથ ધામ....મારે....૭