સ્તવનમાળા ][ ૨૦૫
વિદેહી ધર્મધ્વજ ફરકે મારે આંગણે રે,
એ તો ગગને અડી અડી જાય....મારે....૮
વિદેહીનાથ વસ્યા છે ગુરુજી અંતરે રે,
ક્ષેત્ર વિદેહ ઉતાર્યું ભારત દેશ....મારે....૯
વિદેહી માનસ્તંભ પધરાવ્યા સુવર્ણ શહેરે રે,
ઇન્દ્રો આવો કલ્યાણિક મહોત્સવે રે,....મારે
બોલો સહુ મળી જય જયકાર....મારે....૧૦
❑
શ્રી સીમંધાર જિન – સ્તવન
(રાગ ભરથરી)
શ્રી સીમંધર પ્રભુ તણો, અદ્ભુત સહજાનંદ;
ગુણ ઇક વિધ ત્રિક પરિણમ્યો, અનંત ગુણનો રે વૃંદ.
સીમંધર જિન સાહિબા૦
નિજ રમ્યે રમણ કરો, ચારિત્ર રમતા રામ;
ભોગ અનંતને ભોગવો, ભોગ વિણ ભોક્તાનાથ. સી૦
દેય દાન નિત દીજતે, દાતા પ્રભુ સ્વયમેવ;
પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપક દેવ. સી૦
પારિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ;
સહજ અકૃત્રિમ અપરાશ્રયે, નિર્વિકલ્પ નિઃપ્રયાસ. સી૦
પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજનો ધ્યાતા થાય;
તત્ત્વરમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વે સમાય. સી૦