ભાસ્યું આતમસ્વરૂપ પ્રભુજી મ્હેરથી રે લોલ.
ઉપશમ રસમાં ઝૂલે મારા નાથ જો,
આતમશક્તિ અનંત પ્રભુને સોહતી રે લોલ.
પ્રભુના અદ્ભુત યોગે સ્વરૂપની સંપત જો,
મોહાદિકનો ભ્રમ અનાદિનો ઊતરે રે લોલ.
પ્રભુજી મારા અનંત ગુણ ભરપૂર જો,
જ્ઞાન અનંત અનંત પ્રભુજી સોહતું રે લોલ.
નિજસ્વરૂપે રમતા સાદિ અનંત જો,
કરતા ભોક્તા નિજગુણનો તું સાહિબા રે લોલ,
સુંદર મૂરતિ પ્રભુજી દીઠી આજ જો,
દેખીને સેવકને સંપત સાંપડે રે લોલ.
અગણિત ગુણો પ્રભુના કેમ ગવાય જો,
સુરેન્દ્રો પણ તુજ મહિમામાં મુગ્ધ છે રે લોલ.
અધ્યાતમ રવિ ઊગ્યો આજે નાથ જો,
તુજ કૃપાએ ગુરુજી મળીયા મુજને રે લોલ.