સ્તવનમાળા ][ ૨૦૭
ત્રિભુવનનાથ દયાળ સીમંધરનાથ જો,
કરુણા કરી સેવકને સાથે રાખજો રે લોલ.
શ્રી સીમંધાર જિન – સ્તવન
(રાગ – ભરથરી)
શ્રી સીમંધર જિન વંદતા, ઉલ્લસિત તન મન થાય,
વદન અનુપમ નીરખતા, ભવ ભવના દુઃખ જાય.
જગદ્ગુરુ જિન જાગતો
નિશદિન સૂતાં જાગતાં, હીયડાથી ન રહે દૂર;
જબ ઉપકાર સંભારીયે, ઉપજે આનંદ પૂર. – જગત૦
પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, અવગુણ એક ન સમાય,
ગુણ ગણ અનુબંધી હુઆ, અક્ષયભાવ કહાય. – જગત૦
અક્ષયપદ અનુપમ અહો, પ્રભુને અનુભવરૂપ,
અક્ષર સ્વર ગોચર નહીં, એ તો અકલ અમાય. – જગત૦
અક્ષર થોડા ગુણ ઘણા, સજ્જનતા ન લખાય,
પ્રભુ ચરણે રહી રંગથી આતમમાં પરખાય. – જગત૦
શ્રી સીમંધાર જિન – સ્તવન
( આવેલ આશાભર્યા – રાગ)
સીમંધર જિણંદ સમ્યક્ દાતાર,
સમ્યક્ અમૃતરસધાર રે – જિનરાજ ભેટ્યા આજે રે.
સમ્યક્ સમ્યક્ જિન કારણ સ્વામી,
સમ્યક્ કેવલપદ પામી રે. જિનરાજ૦