મનપંકજ પ્રભુ દીઠે વિકસ્યો,
ઉલ્લસ્યો આતમરામ રે. જિનરાજ૦
ધન્ય ધન્ય હું મુજને માનું,
તુજ દરિશણ મળ્યો આજ રે જિનરાજ૦
આજ થકી રે મુજ આતમતણા,
ટળ્યા ભવભ્રમણ નાથ રે. જિનરાજ૦
જિન મિલ્યાંથી સમ્યક્ પામે,
તેમાં નથી નવાઈ રે. જિનરાજ૦
પ્રભુ રુચિ વિણ સમ્યક્ પામે,
નિજ મતિ ઉનમાઈ રે. જિનરાજ૦
સાહિબા શ્રી સીમંધર જિણંદા,
ટાલો વિભાવકેરા ફંદા રે. જિનરાજ૦
તુજ દરિશણથી અતિ આનંદા,
તું સમતારસકંદા રે. જિનરાજ૦
તુજ સ્વરૂપ જબ ધ્યાવે પ્રભુજી,
આતમ અનુભવ પાવે રે. જિનરાજ૦
શ્રી જિનરાજના ચરણ પસાયે,
રત્નત્રય સેવક માગે રે. જિનરાજ૦
ગુણ અવગુણ મા જોશો પ્રભુજી,
આપો કેવલ આજે રે. જિનરાજ૦
૨૦૮ ][ શ્રી જિનેન્દ્ર
❑