શ્રી જિન – સ્તવન
(ૠષભ જિણંદ શું પ્રીતડી – રાગ)
પરમાતમ પરમેશ્વરુ,
પરવસ્તુથી હો અલિપ્ત છો નાથ કે,
દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં,
ભાવે પણ હો અવ્યાપ્ત છે અન્ય કે;
શ્રી સીમંધર સાહિબા.
શુદ્ધ સ્વરૂપ સનાતનો,
પ્રભુ નિર્મળ હો નિઃસંગ સ્વરૂપ કે;
આત્મવિભૂતિએ પરિણમ્યો,
ન કરે હો તે પરનો સંગ કે. — શ્રી૦
પ્રભુ જાણું જન્મ કૃતાર્થ છે,
ભાવે મીલવું હો પ્રભુ સાથે આજ કે;
પ્રભુ તો સ્વસંપત પામીયા,
શુદ્ધ સ્વરૂપે હો પ્રણમ્યા છો નાથ કે. — શ્રી૦
સ્વ સ્વરૂપ એકત્વતા,
જે સાધે હો પ્રભુ પૂર્ણાનંદ કે;
રમે ભોગવે આતમા,
રત્નત્રયી હો પ્રભુ ગુણનો વૃંદ કે. — શ્રી૦
પ્રભુ વીતરાગી આલંબને,
અમે પામીએ હો પરમાનંદ વિલાસ કે;
સ્તવનમાળા ][ ૨૦૯