જિનવર દેવની સેવના,
કરે સેવક હો જિનચરણે વાસ કે. — શ્રી૦
શ્રી સીમંધાર જિન – સ્તવન
(લાખ ભણે રે લક્ષ્મી – રાગ)
આવો આવો સીમંધર જિનરાજજી રે, (૨)
સ્વ – પરપ્રકાશક શોભે પ્રભુજી માહરા. ૧
દેખું દેખું સમતારસના ભૂપને રે, (૨)
પૂજું પૂજું ભાવે પ્રભુજી માહરા. ૨
પૂજ્યા પૂજ્યા પરમાનંદ નાથને રે, (૨)
જિનવરસ્વામી સેવે શિવસુખ પામશું. ૩
જિનવરસ્વામી પ્રબળ નિમિત્ત છો નાથજી રે, (૨)
નિજ કારણથી અમ આતમતા ધ્યાઈએ. ૪
પ્રભુપણે અમે પ્રભુતાને પ્રભુ ઓળખી રે, (૨)
પૂર્ણાનંદને આત્મસ્વરૂપે પામીએ. ૫
જગતવંદ્ય પ્રભુ જિનચરણને પામીને રે, (૨)
જન્મ કૃતારથ થાયે પ્રભુજી માહરો. ૬
કરુણાદ્રષ્ટિ થાયે સેવક ઉપરે રે, (૨)
રાખો પ્રભુજી સેવક સાચો સાથમાં. ૭
❑
૨૧૦ ][ શ્રી જિનેન્દ્ર