શ્રી સીમંધાર જિન – સ્તવન
(લાખ ભણે રે લક્ષ્મી – રાગ)
વિદેહી જિણંદજી સુવર્ણ વર્ણે નાથજી રે,
સુવર્ણે વર્ણે નાથજી રે.
જિનવર સેવાથી વંછિત કારજ પામીએ. ૧
પ્રભુજી માહરા જ્ઞાને કરી જ્ઞેયને રે, (૨)
જ્ઞાયક જ્ઞાતા પદ પરમેશ્વર જાણીએ. ૨
જિનવરસ્વામી જ્ઞાનદર્શનને રમણતા રે, (૨)
અનંતગુણ આનંદ પ્રભુજી પામીયા. ૩
જિનવર સેવા કલ્પતરુવર જાણીએ રે, (૨)
સફળ ફલ્યેથી ભવના છેડા પામીએ. ૪
જિનવર સેવા પૂરણ પુણ્યે પામીએ રે, (૨)
થાયે ધન્ય જન્મ પ્રભુજી માહરો. ૫
તુજ ચરણે પ્રભુ મનડું તો લાગી રહ્યું રે, (૨)
હડું તો લલચી રહ્યું પ્રભુના ધ્યાનમાં. ૬
સાહિબાનો સંગ મીઠો અમૃત લાગતો રે, (૨)
તુજ દર્શનથી શીતળતા વરસી રહી. ૭
શ્રી સીમંધાર જિન – સ્તવન
(દેખોજી રાગ)
વિદેહી જિનેશ્વર કાયા કેસર,
તું પરમેશ્વર મેરા,
સ્તવનમાળા ][ ૨૧૧